Bharat ભારત (Gujarati Edition)
સ્વદેશભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળામાંથી એમણે ભારતભૂમિ વિશેના પ્રેરક ઉદ્ગારોનું ચયન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું. વાચકોને ભારતનો વિશ્વને સંદેશ, ધર્મ વિશેના ભારતીયોના આદર્શો અને વિચારો, સામાન્યજનસમૂહ પ્રત્યેના આપણા કર્તવ્યો, મારી ભાવિ યોજના, આધુનિક ભારતની સમસ્યાઓ અને તેમનું નિરાકરણ, ભારતને માટે ઉપયોગી કેળવણી, ભારતની ઐતિહાસિક ઉત્ક્રાંતિ જેવા વિષયો પર વાચકોને આ એક પુસ્તકમાંથી ઘણી માહિતી અને જ્ઞાન મળી રહે છે.
આ મૂળ અંગ્રેજી પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ પ્રગટ કરવા માટે પોતાની અનુમતિ આપવા બદલ અમે અદ્વૈત આશ્રમ, માયાવતી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. આ પુસ્તકના ગુજરાતી અનુવાદખંડો સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (૨૦૦૯) ભાગ-૧ થી ૧૦માંથી લીધા છે. સ્વામીજીના આ વિશેના વધુ વિચારો અને આદર્શો માટે ભાવિકજનો મૂળ ગ્રંથમાળાનું વાચન કરવા પ્રેરાશે એમ અમે વિનમ્રપણે માનીએ છીએ. પુણ્યભૂમિ ભારતને ચાહતા દરેક ભારતવાસીએ સ્વામીજીના આ ઉદ્ગારોને હંમેશાં યાદ રાખવા જેવા છે.